લઈ ને ચાલ્યું ખુશ્બૂને, પેલું હવાનું ઝોકું,
ફૂલ કહે છે, રોકવું તો છે પણ કેમ હું રોકું?
પતંગીયું કહે, મારી લાગણીઓને કેમ રોકું?
ભૂલ છે પેલા બાગબાનની, બાગબાને ટોકું.
બાગબાન કહે, ટોકું તો કહો કોને કોને ટોકું,
ખુશ્બૂને ટોકું? ફૂલને કે આ ઝોકાને હું ટોકું?
બગીચો કહે છે, ના હું કોઈને રોકું કે ના ટોકું,
કુદરતના ખેલ ના રોકી શકું તો, હું કોને ટોકું?