Sunday, December 28, 2008

"દીલે દગો દીધો"

ન હતી કોઇ ફીકર જીદંગીમાં ને ના હતી કોઇ ચાહત, પણ આ દીલે દગો દીધો.

હશે થોડી મારી નજાકત, કેમ કહી દઉ છે તેનો કાંઈ વાંક, આ દીલે દગો દીધો.

ફેરવી લીધી તેને આમ જ નજર, હશે જરૂર કાંઇક તો રાઝ, આ દીલે દગો દીધો.

મનાવતો તો હતો, પણ તેમને ન આપી જરા પણ મને દાદ, આ દીલે દગો દીધો.

સમજૂ છું હું, પણ ના સમજે દીલની ધડકન કોઈ પણ વાત, આ દીલે દગો દીધો.

ખબર છે નથી તે આજ મહેફિલમાં, ને શોધે નજર આસપાસ, આ દીલે દગો દીધો.

જવું તો હતુ મંજીલ તરફ ને, જઈ પહોચ્યો તેના ઘરની પાસ, આ દીલે દગો દીધો.

મારા ઘરના રસ્તા પર, શોધ્યા કરું હું બસ તારા પગલાની છાપ,આ દીલે દગો દીધો.

હર પળ, હરક્ષણ, ને હર શ્વાસે શ્વાસે કરું છું બસ તને હું કેમ યાદ, આ દીલે દગો દીધો.

બેઠો સરોવરની પાળ, મૃગજળને પામવાની મને કેમ થાય આશ, આ દીલે દગો દીધો.

"સપનું"

સપનું હતુ કે જોઈ શું એક સુંદર સપનું, જોયા તમને ને જીવંત થયું એક સપનું.
હતુ તારી આંખોમાં પણ એક ન્યારુ સપનું, સાથે જોયુ આપણે રંગબીરંગી એક સપનું.
તમે તો સજાવ્યું પલકો પર તે સપનું, ને અમે વસાવ્યું આંખોમાં બસ એક સપનું.
આંખોથી દીલમાં ઊતર્યુ એક સુંદર સપનું, ધડકે દીલમાં ધડકન થઈને મારું એક સપનું.
ચંચળ તારી આંખોમાં રહે ના એક જ સપનું, ને હતુ આ તો પલકોની સજાવટ એક સપનું.
ઝટકી પલકો સજાવ્યું તમે નવું એક સપનું, સપનું તોડી બની ગયા તમે તો એક સપનું.
વાગ્યા ટૂકડા દીલમાં તુત્યું જ્યારે સપનું, આંસું બનીને જીવન ભર ટપકે બસ એક સપનું.
ગયા કબરમાં સાથે લઈને તારું મારું સપનું, ગુંજે છે આસપાસ આપણું એક સુંદર સપનું.
ચંચળ મારી આંખોએ બદલ્યું છે એક સપનું, આવો મળવા કબર પર મારું નવું છે સપનું.

"ભૂલ"

સહારો શોધતા હતા તે ચાર કદમ ચાલવાને, તેમને સહારો માનવાની ભૂલ મારી તો હતી.
ન હતો કોઈ વાયદો કરી વાત રસ્તો કાપવાને, તેને વાયદો માનવાની ભૂલ મારી તો હતી.
ચીંધી આંગળીને મંજીલ તરફ ચાલ્યા ગયા, તેમને મંજીલ માની ભટકવાની ભૂલ મારી તો હતી.
ખબર હતી રાહદાં છે તે હમસફર તો નથી, તેમને હમસફર માનવાની ભૂલ મારી તો હતી.
ન હતી કોઈ અપેક્ષા જીંદગીમાં, પણ બનાવીને ઢગ અપેક્ષાના બેસવાની ભૂલ મારી તો હતી.
તેમને શોધવો ન પડે માટે, છૂટ્ટા પડ્યા હતા ત્યાજ જીવન ભર બેસવાની જીદ મારી તો હતી.
હતા એમ તો ચારે તરફ સરોવર આસપાસ, પણ મૃગજળ પીવાની તડપ મારી તો હતી.
ખબર તો હતી કે છે તે પરાયા, પણ તેમને અમારા સમજવાની ભૂલ મારી તો હતી.
કહ્યુ તો હતું કે નાજુક છે દીલ અમારું, પણ ઝખ્મોથી દવા કરવાની અદા તમારી તો હતી.
જીવંત તો હતો જ્યારે તમને નોહતા જોયા, હવે જીવું છું તે માનવાની ભૂલ તમારી તો હતી.

Sunday, December 21, 2008

"જીવતા ગયા"

હતી કદાચ તમારા માટે સમય પસાર કરવાની જરૂરત,
ને કદાચ હશે તમારી નજરનો જાદૂ કે અમારી નજાકત,
કબૂલ છે કે ભૂલ છે અમારી ન સમજી શક્યા તે હકિકત,
તમે તો બસ હસતા રહ્યાને અમે ઝખ્મોને સહેતા રહ્યા,
તમને યાદ કરીને હર શ્વાસે દીલના ઘાવને છંછેઙતા રહ્યા,
ટપક્યું દદૃ બનીને આંશૂં, દૂનીયાની નજરમાં રડતા રહ્યા,
એમ તો જીવતા ગયા, ચુપચાપ મરણની પાસે જતા ગયા.

"સૌગંઘ"

મહેફીલમાં અમને શોધતી નજરનું શું થયું,
નજર ચુકાવી તમારુ મળવા આવવું શું થયું.

દરીયા કીનારે આપણા રેતના ઘરનું શું થયું,
સાથે જોયું હતુ એક સુંદર સપનું તેનુ શું થયું.

મારી નાની નાની વાતો પર હસવું શું થયું,
આ બાજૂંઓ પરની આંશુંની ભીનાશને શું થયું.

છું હું દીવાનો તારો, જમાનો કહે તો શું થયું,
તમારામાં હતી તે દીવાનગીની તઙપને શું થયું.

જુઓ આજ પણ એક નામ ધઙકે આ દીલને શું થયું,
તમારા તે સાથે જીવવા મરવાના સૌગંઘનું શું થયું.

Saturday, December 20, 2008

"શું થયું"

ચાલતા રસ્તે તમે તો બસ પુચ્છો હતો રસ્તો, આ ધડકન ને શું થયું.
એમ તો હતા હજારો દોસ્તો પણ તેમને જોઈને આ પાગલ દિલને શું થયું.
ચાલ્યા તમે જો ચાર કદમ સાથે બનીને રાહબીર, મારીમંજીલનું શું થયું.
ભરી મહેફીલમા શોધ્યા કરે નજર બસ તમને, મારી નજરને શું થયું.
ખોવાયો છે આજ જાણીતો મારા જ ઘરનો રસ્તો, મારા આ પગને શું થયું.
હસતા નયનથી ટપકે છે દદૃ બનીને આંશું, આ નયન ને શું થયું.
કર્યા હતો તમે એક વાયદો પાછા આવવાનો, તે વાયદાનું શું થયું.
હતો ભરોસો એક કે તમે તો નથી જ આવા, તમને આ શું થયું.

Saturday, November 22, 2008

"શું કરુ?"

*************************************************************************************

દરીયો પીને બેઠો છુ ને લાગે જો મને તરસ શબનમ પીવાની તો હું શું કરુ.

કર્યો હતો ક્યારેક તો વાયદો મળવા આવવાનો, તે ભૂલીના શકુ તો હું શું કરુ.
તારા પગરવના ભણકારા મારા આ સુમસામ ઘરમાં ગાજ્યા કરે તો હું શું કરુ.

દીલની હર ધઙકનમાં ને આ હોઠો પર બસ એક નામ ગુંજ્યા કરે તો હું શું કરુ.
કરવી હતી થોઙી દીલની વાત, પણ તમે ના શાંભળો નજરનો સાદ તો હું શું કરુ.

હતા તમે મારી મંજીલ ને ચાલ્યા ગયા તમે આંગળી ચીંધીને મંજીલ તરફ તો હું શું કરુ.

કરવી તો હતી કોસીશ તમને રોકવાની પણ શબ્દો ન આપે મને સાથ તો હું શું કરુ.

યાદોની ચાદર ઓઢીને કરુ છુ તૈયારી સુવાની, ન આવે નિંદર પાસ તો હું શું કરુ.
જાગતો જોતો હતો રાહ જીવન ભર, આવીને કબર પર પુછો જાગો છો તો હું શું કરુ.

*************************************************************************************

"જરૂરત"

********************************************************************************************************************

ન હતી કોઇ આવારગી ને ન હતી કોઇ દીવાનગી, મને તેમની નજરનો નસો કરવાની જરૂરત શું હતી.
ચાલતા ચાલતા રાહ માં ચાર કદમ સાથે, મારે કોઇના દીલમાં ડોકીયું કરવાની જરૂરત શું હતી.

ખુશ્બૂ નો સાથ તો કાયમ હતો, ખબર નથી આ ફૂલો ને કંટકની દોસ્તી કરવાની જરૂરત શું હતી.
તરસ તો ન હતી ને તઙપ પણ ન હતી, પછી આ મૃગજળની પાછળ ભાગવાની જરૂરત શું હતી.

ખબર હતી કે સપનુ છો તમે તો, મારે આ સુંદર સપનુ નયનમાં વસાવવાની જરૂરત શું હતી.
પૂનમની ચાંદની તો હતી પછી મારે, સંધ્યાના સમયે આગીયો બની ને ચમકવાની જરૂરત શું હતી.

સુઈ ગયુ છે સારુ શહેર ને કદાચ તે પણ, મારે ચાંદ તારા ની સાથે જાગવાની જરૂરત શું હતી.
ખબર છે નહી આવે તે હવે,મારે વારંવાર બારણું ખોલી ને જોયા કરવાની જરૂરત શું હતી.

મારા ઘરના ખાલી કમરામાં બેસીને, મારે આંશુ થી મારા ઘરને ધોવાની જરૂરત શું હતી.
શ્વાસે શ્વાસે તેમને યાદ કરીને, રૂઝાયેલા ઘાવને મારે ખોતરતા રહેવાનીજરૂરત શું હતી.

શાંભળીને મારા દીલના દદૃની વાત, આવે તે મનાવવા, તેમ દીલને સમજાવાની જરૂરત શું હતી.
આવ્યા હતા તે મારી કબર પર બસ આમ જ, આ પાગલ દીલે ધઙકી જવાની જરૂરત શું હતી.


********************************************************************************************************************