Saturday, May 16, 2009

દોસ્તી

નદીઓને દોસ્તી સાગરની, આવે છે જો મળવા પાસ પાસ,
દોસ્તી છે હવાના ઝોકાની, લહેરને રહેવું ઝોકાની આસપાસ.

હાથ પકડી ઝોકાનો, લહેર સફર કરે સાગર પર ફાસમફાસ,
નથી કોઈ ફીકર ટકરાવાની, જાય કિનારાની પણ આસપાસ.

મજા છે તારો હાથ પકડી રખડવાની, રસ્તે રસ્તેને વાટ વાટ,
નથી પહોચવું હવે મારે મંજીલ, તું જો છે મારી બસ આસપાસ.

તું કરતી રહે મને તારી વાત, ને હું શબ્દ બનીને રહું પાસ પાસ,
કોને ફીકર છે આ જમાનાની, આપણી દોસ્તી તો છે ખાસ ખાસ.

કરે છે લોકો વાતો આપણી, જો ને આખો દીવસ અહી આસપાસ,
આખા મલકને લાગે છે કેમ, કે આપણે કરીયે બસ ટાઈમ પાસ?

છે મારા પણ થોડા ખાસ, ને છે તારા પણ ખાસ તારી આસપાસ,
જ્યારે તમે નથી હોતા મારી પાસ, લાગો છો કેમ મને આસપાસ?

6 comments:

nishit joshi said...

તું કરતી રહે મને તારી વાત ને હું શબ્દ બનીને રહું પાસ પાસ,
કોને ફીકર છે આ જમાનાની આપણી દોસ્તી તો છે ખાસ ખાસ.

saras bhai.

shilpa prajapati said...

નદીઓને દોસ્તી સાગરની આવે છે જો મળવા પાસ પાસ,
દોસ્તી છે હવાના ઝોકાની, લહેરને રહેવું ઝોકાની આસપાસ.

હાથ પકડી ઝોકાનો, લહેર સફર કરે સાગર પર ફાસમફાસ,
નથી કોઈ ફીકર ટકરાવાની જાય કિનારાની પણ આસપાસ.

મજા છે તારો હાથ પકડી રખડવાની રસ્તે રસ્તેને વાટ વાટ,
નથી પહોચવું હવે મારે મંજીલ તું જો છે મારી બસ આસપાસ.
wow..nice one

time pass? ha ha ha ha ha

BHARAT SUCHAK said...

મજા છે તારો હાથ પકડી રખડવાની રસ્તે રસ્તેને વાટ વાટ,
નથી પહોચવું હવે મારે મંજીલ તું જો છે મારી બસ આસપાસ.

bahu sarash

Anonymous said...

its toooooooooo good.......

sweet said...

Kevi chhe aa dosti ke rehvu chhe paas paas,
Na paase hova chhata kem lage e aas paas,
Hashe koi janam no sath, ke lage khasam khas,
Sachu kahu ke chhe aa mitho ehsaas!

Wow! Just Superb..

Anonymous said...

DOSTI.......
WOOOOOOOOW EKDAM FASTCLASS CHHE...

MAJA CHHE TARO HAATH PAKDI RAKHDVANI......