તમે કરો છો મંજીલની પુછતાછ, પણ દિશાહીન છું હું,
પકડી હવાનો હાથ, નીલગગનમાં રમતું વાદળ છું હું.
ન પુછો કે શું છે મારો આકાર, નિર નીરાકાર છું હું,
નથી મારો કોઈ આધાર, પણ વાદળ મૂશળધાર છું હું.
ખબર છે થઈશ ચુરચુર, પણ પહાડોથી ટકરાઉ છું હું,
ભીની વરાળ નથી, ઊડતો મહાસાગર છું, વાદળ છું હું.
પારદર્શકતા પર ન કરો શક, દિવાલ નથી, ધૂમ્મસ છું હું,
મન પડે તો વરસું, મારી મરજીનો માલીક છું, વાદળ છું હું.
લાગે દિલમાં આગ, તો કરજો મને યાદ, ઊનાળા ઠારું છું હું,
આકાશનું હું વસ્ત્ર છું, ને ઈન્દ્રદેવનું હું અસ્ત્ર છું, વાદળ છું હું.
છુપાવી લઉ તને દિલમાં આજ, સૂરજનો નકાબ છું હું,
ભીંજવી દઉ કરી ને, લાગણીનો વરસાદ, વાદળ છું હું.
ચડે તે પડે, આ પ્રક્રુતિના ક્રમથી ક્યાં પર છું, વાદળ છું હું,
નભનું તો નયન છું, ને વરસું તો વરસાદ છું, વાદળ છું હું.
Thursday, July 1, 2010
Subscribe to:
Post Comments (Atom)


4 comments:
છુપાવી લઉ તને દિલમાં આજ, સૂરજનો નકાબ છું હું,
ભીંજવી દઉ કરી ને, લાગણીનો વરસાદ, વાદળ છું હું.
.............
વાદળ આમ પણ છુપાવતા જ હોય છે,,,સુરજ ને,,ચંદ્ર ને..!!નહી?
પોતાની જાત ને કેટલી સરસ ઉપમા આપી?
અનોખી રીતે સમર્પણ
good one...*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
* * *
ન પુછો કે શું છે મારો આકાર, નિર નીરાકાર છું હું,
નથી મારો કોઈ આધાર, પણ વાદળ મૂશળધાર છું હું...hummm
પારદર્શકતા પર ન કરો શક, દિવાલ નથી,ધૂમ્મસ છું હું,
મન પડે તો વરસું, મારી મરજીનો માલીક છું, વાદળ છું હું... sundar..
ચડે તે પડે, આ પ્રક્રુતિના ક્રમથી ક્યાં પર છું, વાદળ છું હું,
નભનું તો નયન છું, ને વરસું તો વરસાદ છું, વાદળ છું હું...bahoot khoob..
aato mari fvrt mani 1 thai gai..v thx 2 u.. dhadakanji mane aavi rachna vanchava mali aap khoob sundar,dhaar daar lakho cho.
પકડી હવાનો હાથ, નીલગગનમાં રમતું વાદળ છું હું.ketlu saras..... nilgagan ma ramtu vadal,,, ane hathpakdyo che ahvanoo.. saras .. gami aa line..
ન પુછો કે શું છે મારો આકાર, નિર નીરાકાર છું હું,
નથી મારો કોઈ આધાર, પણ વાદળ મૂશળધાર છું હું.fantastic.
મન પડે તો વરસું, મારી મરજીનો માલીક છું, વાદળ છું હું.vah vah... aa to ekdam sachu.
લાગે દિલમાં આગ, તો કરજો મને યાદ, ઊનાળા ઠારું છું હું,undadama?? k chomasama??
ભીંજવી દઉ કરી ને, લાગણીનો વરસાદ, વાદળ છું હું.sundar feeling..
ચડે તે પડે, આ પ્રક્રુતિના ક્રમથી ક્યાં પર છું, વાદળ છું હું,
નભનું તો નયન છું, ને વરસું તો વરસાદ છું, વાદળ છું... ekdam right.
asusual vadal to maro gamto topic
Post a Comment