Sunday, November 28, 2010

"ઝખ્મ નો મલમ"

પ્રેમમાં પણ કયાંક પામવાની ઝંખના છુપાઈ હોય છે,
જગતમાં બસ એક સાચી દોસ્તી જ નિસ્વાર્થ હોય છે.

ચાહવા વાળાના પણ રંગ સમય સાથે બદલાય છે,
દોસ્તો રંગીન હોય છે, પણ દોસ્તીના ક્યાં રંગ હોય છે.

જીવનમાં અંધારા આવે ત્યારે, રસ્તા ધુંધળા દેખાય છે,
હોય દોસ્તનો હાથ હાથમાં તો, સામે મંજીલ દેખાય છે.

જ્યારે પણ આપે છે ઝખ્મ આપણા ચાહવા વાળા ત્યારે,
એક સાચી દોસ્તીનો સહારો જ, ઝખ્મ નો મલમ હોય છે.

જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ અને નથી હોતી અપેક્ષા,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ દોસ્તી કહેવાય છે.

7 comments:

Anonymous said...

દોસ્ત ધડકન
આખોબ્લોગ જોવાની ઇચ્છા છે પણ અત્યારે તો

જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ અને નથી હોતી અપેક્ષા,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ દોસ્તી કહેવાય છે.
બહુ જ સચીવાત કહીદિધી

shilpa prajapati said...

mast chhe..
ઝખ્મ નો મલમ nathi hota dost..
nice creation keep it up...

દોસ્તો રંગીન હોય છે, પણ દોસ્તીના ક્યાં રંગ હોય છે.
oho colour !

poonam said...

જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ અને નથી હોતી અપેક્ષા,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ દોસ્તી કહેવાય છે
waah .. ood 1..!

jahnvi antani said...

જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ અને નથી હોતી અપેક્ષા,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ દોસ્તી કહેવાય છે.nice vyakhya of dosti.

Anonymous said...

જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ અને નથી હોતી અપેક્ષા,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ દોસ્તી કહેવાય છે

wow...veryyy nice... Marvelous!!!!

Raat

pari said...

koi ni dosti na damme ame toh jivi gaya,
jivan jivanu andaaj samji gaya,
khil khil thayi ne ame jhumi gaya,
ek arsa pachhi ame dil kholi ne hasi gaya
khub aabhar chhe eh dost bani ne avya,
ame toh khush nasib chhiye emane ame gamya!

Nandini Mehta said...

:)